Bhammariyado Song Lyrics – Trusha Rami

Bhammariyado Song Lyrics In Gujarati

કાળો ભમ્મરીયાળો જામો
જામો, જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને રે
કાળા કાનને રે, કાળા કાનને રે
કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને રે
કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને રે

ભારતલીરીક્સ.કોમ

હે એને માથેથી મોતીડે વધાવું
હે એને નવલખ હિરલે જડાવું
પેરાવુ કાળા કાનને રે
કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને

છમ છમ વાગે ઘુમરીયું
ઘુમરીયે તો રણકાર છે
છમ છમ વાગે ઘુમરીયું
ઘુમરીયે તો રણકાર છે
દલની દલવાડીયે બસ તારું નામ છે
રાધાના રુદિયાનો શ્વાસ ઘનશ્યામ છે

છાનું રે સપનું કઈ સપનું કેવાય નહિ
છાનું રે સપનું કાંઈ સપનું કેવાય નહિ
છમકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નહિ
છાનું રે સપનું કઈ સપનું કેવાય નહિ
છમકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નહિ
છમકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નહિ

વનરા તે વનમાં રૂડો રાસ જામ્યો રે
રાધા સંગ રમે જશોદા નો જાયો રે
રાધાના હૈયે હરખ ના માયો રે
સુર વાંસળીનો જગમાં રેલાયો રે

શ્યામ તારા પ્રેમની રાધા છે ઘેલી

જોઈ પ્રીતમની આંખે હરખની હેલી રે
કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને
કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને રે

છમ છમ વાગે ઘુમરીયું
ઘુમરીયે તો રણકાર છે
છમ છમ વાગે ઘુમરીયું
ઘુમરીયે તો રણકાર છે

જોઈ શ્યામને રાધાની આંખે વરસે રે વરસાદ
આજ રાસના રંગે રંગાયો ધરતીને આકાશ
આજ સમણાંમાં સમણાં જેવી રે વાત છે
વાલમનો સાથ છે ને અજવાળી રાત છે

હો વ્હાણ હાંકો મેવાસી વણઝારા
હોવે હોવે મેવાસી વણઝારા
એ વણઝારા રે તારો ભમ્મરીયાળો ભાલો
મારગડામાં રોપ્યો છે વણઝારા રે

શ્યામ તારી વાંસળીની માયા લાગી રે
રમવાને રાસ રાતો મારી જાગી રે
જન્મો જનમની પ્રીત તારી મારી રે
વાટ મારી જોવે રાધા દીવાની રે
રાધા ને શ્યામની અમર આ કહાની
મોહન મથુરા ને ગોકુળિયે રાધા રાણી

કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને રે
કાળો ભમ્મરીયાળો જામો
પેરાવુ પેરાવુ કાળા કાનને રે

Also, Read: Chhori Re Gujarat Ni Song Lyrics – official Video song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *